નવી દિલ્હી: ભારતીય સેના (Indian Army) ના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે (General Manoj Mukund Naravane) એ આજે સવારે નેશનલ વોર મેમોરિયલ (National War Memorial) પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. આ અવસરે સેના પ્રમુખે સ્પષ્ટ રીતે ભારતના દુશ્મનોને સંદેશો આપતા કહ્યું કે અમે દેશવાસીઓને આશ્વાસન આપવા માંગીએ છીએ કે ત્રણેય સશસ્ત્ર સેનાઓ સંપૂર્ણ રીતે તૈયાર છે. આપણા દેશને સુરક્ષિત રાખીશુ અને તેને કોઈ આંચ આવવા દઈશું નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જનરલ મનોજ મુકુંદ નરવણેએ દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ આપી અને કહ્યું કે આજે એક નવું વર્ષ જ નહીં પરંતુ એક નવા દાયકાની શરૂઆત છે. અમને વિશ્વાસ છે કે દેશ ઉન્નતિ કરશે પરંતુ આ પ્રગતિ ત્યારે જ થઈ શકશે જ્યારે આપણી સરરહદો સુરક્ષિત હશે. ત્યારે તો અમે અમારું કામકાજ કરી શકીશું. 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....